Khaman Dhokla Recipe In Gujarati: ખમણ ઢોકળા બનાવાની સૌથી સરળ અને પરફેક્ટ રીત

Gujarati Khaman Dhokla Recipeઆ લેખમાં આપણે જાણીશું કે કેવી રીતે બનાવવા Khaman Dhokla, સરળ અને મખમલી ઢોકળા., ગુજરાતીઓ ફરવા જાય ને સાથે નાસ્તામાં ઢોકળા, થેપલા તો હોય જ.. નાસ્તાનો ડબ્બો ખુલે કે તરત ઢોકળા ની સુગંધ પરથી સવાલ થાય તમે ગુજરાતી છો?

ઢોકળાના પ્રકાર અને લોકપ્રિયતા

ઢોકળાં એક બાફેલું ફરસાણ છે. તે બાફીને બનતું હોવાથી સ્વાસ્થ્યવર્ધક અને પચવામાં હલકું હોય છે. પ્રાચીન કાળમાં ન્યાતના જમણમાં ફરસાણ તરીકે ઢોકળા એક પ્રિય અને સસ્તો વિકલ્પ હતો. ઢોકળાંના વિવિધરૂપો ગુજરાતમાં પ્રચલિત છે. ઢોકળાં મુખ્યત્વે ચોખા અને ચણાની દાળમાંથી બનાવવામાં આવે છે. બિનગુજરાતી લોકો ખમણને પણ અણસમજમાં ઢોકળા કહેતા જોવા મળે છે, અથવા તો Khaman Dhokla એમ પણ કહે છે. પરંતુ ગુજરાતી ભાષામાં અને ગુજરાતીઓ માટે ખમણ અને ઢોકળા એ બે તદ્દન અલગ વાનગીઓ છે.

ઢોકળાના પ્રકાર

    • ચોખાના સફેદ ઢોકળાં અથવા ઈદડાં

    • ચણાની દાળના એટલેકે Khaman Dhokla

    • મગની દાળના ઢોકળાં

    • દૂધીના ઢોકળાં

    • તૂરિયાંની છાલના ઢોકળાં

    • પાલખના ઢોકળાં

    • રવાના ઝટપટ ઢોકળાં

Khaman Dhokla Recipe – ખમણ ઢોકળા બનાવવાની રીત

Khaman Dhoklaની આ સરળ રેસીપી દ્વારા તમે ૨૦ મિનિટમાં મુલાયમ અને સ્પંજી ગુજરાતી ઢોકળા બનાવી શકો છો, તમારે ખીરું તૈયાર કરવા માટે ૮ અથવા ૧૨ કલાકની જરૂર નથી. તાત્કાલિક મુલાયમ ઢોકળા બનાવવા માટે તેમાં બેસનની સાથે ઇનો ફ્રૂટ સોલ્ટનો ઉપયોગ કર્યો છે. ઘરે સરળતાથી પરંપરાગત ખમણ બનાવવા માટે અમારી ઢોકળા રેસીપીના દરેક સ્ટેપ અનુસરો અને જુઓ કે તે બનાવવામાં કેટલા સરળ છે.

ખીરું બનાવવા માટેની તૈયારી

પૂર્વ તૈયારીનો સમય: 5 મિનિટ
પકાવવાનો સમય: 15 મિનિટ
કેટલા લોકો માટે 4

Khaman Dhokla બનાવવાની સામગ્રી

ખીરું બનાવવા માટેની સામગ્રી

    • ૧ કપ બેસન (ચણા નો લોટ)

    • ૧ ટેબલસ્પૂન સોજી (રવો), (વૈકલ્પિક)

    • ૧&૧/૨ ટીસ્પૂન લીંબુનો રસ

    • ૧ ટીસ્પૂન ઇનો પાઉડર (ઇનો ફ્રૂટ સોલ્ટ)

    • ૧ ટીસ્પૂન લીલા મરચાં-આદું છીણેલા

    • ૩/૪ કપ પાણી

    • ૧/૪ કપ દહીં

    • ૧ ટીસ્પૂન તેલ (થાળી ચીકણી કરવા માટે)

    • ૧/૨ ટીસ્પૂન મીઠું, (અથવા સ્વાદ પ્રમાણે)

ખમણ ઢોકળાનો વઘાર માટેની સામગ્રી

    • ૨ ટેબલસ્પૂન તેલ

    • ૧૦-૧૫ લીમડાના પાન

    • ૧/૨ ટીસ્પૂન રાઈ

    • ૧/૨ ટીસ્પૂન જીરું, (વૈકલ્પિક)

    • ૧ ટીસ્પૂન તલ

    • ૧ ટેબલસ્પૂન ખાંડ

    • ૪ લીલા મરચાં, લંબાઈમાં કાપેલા

    • ૨ ટેબલસ્પૂન સમારેલા લીલા ધાણા

    • ૨ ટેબલસ્પૂન છીણેલું તાજું નારિયેળ, (વૈકલ્પિક)

    • ૧ ચપટી હીંગ

    • ૧/૩ કપ પાણી

ખીરું અને ઢોકળા બનાવવાની રીત

ઢોકળાનું ખીરું તૈયાર કરવા માટે બધી સામગ્રી તૈયાર રાખો. ઢોકળા બનાવવાના વાસણમાં (ઢોકળિયામાં) લગભગ ૨-૩ કપ પાણી નાખોં અને મધ્યમ આંચ પર ગરમ કરવા મૂકો. પ્લેટ રાખતા પહેલા ઢોકળા બનાવવાના વાસણને ઓછામાં ઓછી ૪-૫ મિનિટ માટે ગરમ કરો. ૨ નાની થાળીને (૪-૫ ઇંચ વ્યાસવાળી અથવા જે પણ ઢોકળા બનાવવાના વાસણમાં સરળતાથી રાખી શકાય) ૧ ટીસ્પૂન તેલ લગાવીને ચીકણી કરી લો.

    • એક મોટા બાઉલમાં બેસન, સોજી, લીંબુનો રસ, લીલા મરચાં-આદુંની પેસ્ટ, દહીં, ૩/૪ કપ પાણી અને મીઠું નાખોં. તેને બરાબર ચમચીથી મિક્ષ કરો. ખીરામાં ગાંઠ ન હોવી જોઈએ.

    • હવે તેમાં ઇનો પાઉડર નાખીને ૧ મિનિટ સુધી હલાવો, ખીરું લગભગ બેગણું થઈ જશે.

    • ત્યાર બાદ તરત જ તેલ લગાવેલી થાળીમાં ખીરું નાખોં, થાળીની ૧/૨ ઇંચ ઉંચાઇ સુધી જ ખીરું નાખોં.

    • ઢોકળિયામાં એક સ્ટેન્ડ મૂકો અને તેની ઉપર ખીરું નાખેલી થાળી મૂકીને મધ્યમ આંચ પર ૧૦-૧૨ મિનિટ માટે વરાળમાં પકાવો.

    • ૧૦-૧૨ મિનિટ પછી, ઢોકળામાં વચ્ચે એક ચાકૂ નાખીને જુઓ, જો ચાકૂમાં ખીરું ન ચિપકે, તો ઢોકળા ચડી (ચડી) ગયા છે નહીતર વધારે ૨-૩ મિનિટ સુધી પકાવો.

    • ગેસને બંધ કરી દો. ઢોકળાની થાળી ઢોકળિયામાંથી બહાર કાઢો અને થોડી મિનિટ માટે ઠંડા થવા દો. Khaman Dhoklaને ચાકૂથી નાના નાના ટુકડાઓમાં કાપો.

ખમણ ઢોકળા નો વઘાર કેવી રીતે બનાવવો?

એક નાના પેનમાં ૨ ટેબલસ્પૂન તેલ ગરમ કરો. તેમાં રાઈ અને હીંગ નાખોં. જ્યારે તે ફૂટવા લાગે ત્યારે તેમાં જીરું, તલ, લીમડાના પાન અને લીલા મરચાં નાખીને થોડી સેકંડ માટે સાંતળો.

તેમાં ૧/૩ કપ પાણી અને ખાંડ નાખોં અને તેને ઉકળવા મૂકો; એક ઊભરો આવે પછી એક મિનિટ માટે પકાવો. વઘાર તૈયાર છે તેને ઢોકળા પર નાખીને ઢોકળાને ધીમેથી ઉછાળો જેથી વઘાર બરાબર રીતે લાગી જાય.

તેને કાપેલા લીલા ધાણા અને છીણેલા નારિયેળથી સજાવીને લીલા ધાણાની ચટણી સાથે પીરસો.

ખમણ ઢોકળા ટીપ્સ અને વિવિધતા

    • ખીરાથી ભરેલી થાળી રાખતા પહેલા ધ્યાન રહે કે ઢોકળા પકાવવાનું વાસણ બરાબર ગરમ હોય (ઓછામાં ઓછી ૪-૫ મિનિટ) નહીતર ઢોકળા પકાવવા માટે વધારે સમય લાગશે અને સ્પંજી પણ નહીં થાય.
      તમે (આપેલા ખીરાની માત્રા માટે) બેચોમાં ઢોકળા તૈયાર કરવા ઈચ્છો છો, તો નીચે આપેલી વિધિને અનુસરો.

    • ઇનો ફ્રૂટ સોલ્ટ નાખ્યા વગર જ ખીરું તૈયાર કરો અને બે બરાબર ભાગોમાં વિભાજિત કરી લો.

    • એક ભાગમાં ૧/૨ ચમચી ઇનો ફ્રૂટ સોલ્ટ નાખીને એક મિનિટ માટે બરાબર મિક્ષ કરો અને તરત જ તેલ લગાવેલી થાળીમાં નાખોં.

    • જ્યારે પહેલી બેચ ચડી જાય ત્યારે વધેલા ખીરામાં ૧/૨ ચમચી ઇનો ફ્રૂટ સોલ્ટ નાખીને તેને પણ ઉપર આપેલી સૂચના અનુસાર જ પકાવો.

    • ઇનો ફ્રૂટ સોલ્ટ નાખ્યા પછી ખીરાને બરાબર મિક્ષ કરીને તરત જ પકવવા મૂકો નહીતર ઢોકળા સ્પંજી નહીં બને.

    • તેને સ્પંજી બનાવવા માટે મધ્યમ આંચ પર વરાળમાં પકાવો. જો તમે તેને ઊંચી આંચ પર વરાળમાં પકાવશો તો તે અંદરથી કાચા રહેશે.

    • અમીરી ખમણ બનાવવા માટે ઢોકળાનો ચૂરો કરી લો. તેની ઉપર વઘાર નાખોં અને સેવ, દાડમના દાણા અને કાજુ છાંટો. તેને બરાબર મિક્ષ કરો અને પીરસો.

પીરસવાની રીત: ઢોકળાને લીલી ચટણીની સાથે પીરસો અથવા તો ચા/કોફી સાથે સવારના નાસ્તામાં પણ પીરસી શકાય છે.

Leave a Comment