Lok Sabha Elections 2024:ગેનીબેન ઠાકોરના સમર્થનમાં હજારો લોકો જોડાયા, ચાલુ સભાએ રડી પડ્યા ગેનીબેન ઠાકોર

Lok Sabha Elections 2024: કેન્દ્રીય ચૂંટણીપંચે લોકસભાની ચૂંટણી જાહેર કરી દીધી છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની 26 લોકસભા બેઠકો પર 7 મેના રોજ મતદાન થશે અને 4 જૂને મતગણતરી થશે. ત્યારે આજથી ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત કરી છે. આજે ભાજપ અને કોંગ્રેસના કેટલાક ઉમેદવારોએ રેલી અને સભાઓ યોજીને ઉમેદવારી ફોર્મ ભર્યું. કલેક્ટર કચેરીએ ફોર્મ ભરવા પહોંચે તે પહેલા ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોનો અલગ અંદાજ જોવા મળ્યો હતો. જેમાં બનાસકાંઠાના કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર (Geniben Thakor) ટ્રેક્ટરમાં બેસીને સભા સ્થળે પહોંચ્યા હતા.

કોંગ્રેસે ગુજરાતની 24 બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા છે પરંતુ સૌથી વધુ ચર્ચામાં રહેતા ઉમેદવાર બનાસકાંઠાના લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોર છે. ગેનીબેન કોંગ્રેસ માટે ઉત્તર ગુજરાતનો મોટો ચહેરો બનીને સામે આવી રહ્યા છે. આવામાં તેઓ ચૂંટણીમાં પોતાના મતદારોને રિઝવવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યા છે. લોકસભાનું ઉમેદવારી ફોર્મ ભરવા જતા પહેલા પણ ગેનીબેન છવાયેલા રહ્યા છે. ગેનીબેન ઠાકોર પોતાનું ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા રેલી અને સભા પણ કરવાના છે. ગેનીબેન ફોર્મ ભરવાના છે તે પહેલા ટ્રેક્ટરમાં પોતાના કાર્યકર્તાઓ સાથે સવારી કરતા જોવા મળ્યા હતા.

ગેનીબેન ઠાકોર AC કાર મૂકીને ટ્રેક્ટરમાં સવાર

ગેનીબેન પોતાના સમર્થકો સાથે ટ્રેક્ટરમાં સવાર થઈને જતા નજરે પડ્યા હતા. આ દરમિયાન તેમની સાથે અન્ય વાહનો અને ટ્રેક્ટરમાં કાર્યકર્તાઓ સવાર થઈને જતા જોવા મળ્યા હતા. ફોર્મ ભરતા પહેલા ગેનીબેને જે પ્રકારે શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે તેની ઘણીં ચર્ચાઓ થઈ રહી છે. વાવના ધારાસભ્ય તરીકે પણ તેઓ પોતાના નિવેદનો, પ્રસંગોમાં હાજરી વગેરે જગ્યાએ પહોંચે ત્યારે ચર્ચાનો મુદ્દો બનતા હોય છે.

ગેનીબેન ઠાકોરના સમર્થનમાં હજારો લોકો જોડાયા

બનાસકાંઠા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરના સમર્થનમાં હજારો લોકો જોડાયા હતા. ટ્રેક્ટર, બાઈક અને ગાડીઓ સહિતનાં વાહનોમાં સમર્થકો આવી પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં મહિલાઓ પણ ટ્રેક્ટરમાં બેસી જનઆશીર્વાદ સભા સ્થળે જવા રવાના થઈ હતી. ભવ્ય રોડ શૉ યોજીને ગેનીબેન ઠાકોર સભા સ્થળે પહોંચ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

હું ગરીબ પરિવારમાં જન્મી છું: ગેનીબેન ઠાકોર

જન આશીર્વાદ સભામાં ગેનીબેને પોતાના સંબંધનમાં કહ્યું હતું કે, મારા 28 વર્ષના રાજકારણમાં તાલુકા પંચાયતના પ્રમુખથી લઈને ધારાસભ્ય સુધી લોકોની સેવા કરી છે. આ જિલ્લાને કોઈ બાનમાં લેવા માંગતા હોય તો અમે નહિ લેવા દઈએ. જેનાથી તમે ડરો છે એના માટે તમારીબેન ગેનીબેન કાફી છે. હું ગરીબ પરિવારમાં જન્મી છું પણ હું જનતાને ભરોસો આપું છું કે હું ભૂતકાળમાં કોઈ લાલચમાં આવી નથી અને ભવિષ્યમાં આવીશ નહિ.

Leave a Comment